Get App

Gujarat Budget 2026: સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે

ગુજરાત બજેટ 2026-27 માં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટી જાહેરાત: 4500 નવી જગ્યાઓ ઊભી કરાશે. ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાઈબ્રેરી અને શિક્ષણ ક્ષેત્રની અન્ય મોટી યોજનાઓ વિશે જાણો.

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 4:39 PM
Gujarat Budget 2026: સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશેGujarat Budget 2026: સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે
વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે સરકારે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે.

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા નાણાકીય વર્ષ 2026-27ના બજેટે સરકારી નોકરીના ઈચ્છુક ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ઉત્સાહનો માહોલ સર્જ્યો છે. રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નવા પદોની સર્જના કરી છે.

ભરતી માટેના બે મોટા એલાન

બજેટમાં બે મુખ્ય વિભાગોમાં કુલ 4,546 નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે:

DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ: ગૃહ વિભાગ હેઠળ 'જનરક્ષક' પ્રોજેક્ટ માટે 3,000 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવામાં આવશે.

મહેસૂલ વિભાગ: રાજ્યની વિવિધ મહેસૂલી કચેરીઓના કામકાજને વેગ આપવા માટે 1,546 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.

આ જાહેરાત બાદ ટૂંક સમયમાં જ આ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે, જે યુવાનો માટે મોટી તક સાબિત થશે.

શિક્ષણ અને સુવિધા: 'નમો' યોજનાઓનો દબદબો

બધા સમાચાર

+ વધુુ વાંચો