Gujarat Budget 2026-27: ગુજરાત સરકારે વર્ષ 2026-27ના બજેટમાં રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને વૈશ્વિક સ્પોર્ટ્સ મેપ પર અંકિત કરવા માટે એક મોટો પ્લાન રજૂ કર્યો છે. મુખ્યમંત્રી અને નાણામંત્રીના વિઝન મુજબ, અમદાવાદ હવે માત્ર વેપારનું જ નહીં પરંતુ વિશ્વકક્ષાની રમતગમતનું પણ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સરકારે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે અને શહેરને ઓલિમ્પિકના સ્તરનું તૈયાર કરવા માટે 1278 કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદને 'ઓલિમ્પિક રેડી સિટી' તરીકે સ્થાપિત કરવાનો છે.

