Get App

Gujarat Budget 2026-27: ખેડૂતો માટે 11,000 કરોડનું રાહત પેકેજ અને ગૌસેવા માટે મોટી જાહેરાતો, જાણો બજેટના મહત્વના મુદ્દા

ગુજરાત બજેટ 2026-27 માં ખેડૂતો માટે 11,000 કરોડનું રાહત પેકેજ અને ગૌ માતા પોષણ યોજના માટે 500 કરોડની ફાળવણી. સિંચાઈ અને કૃષિ ટેકનોલોજીની મોટી જાહેરાતો વિશે વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 3:56 PM
Gujarat Budget 2026-27: ખેડૂતો માટે 11,000 કરોડનું રાહત પેકેજ અને ગૌસેવા માટે મોટી જાહેરાતો, જાણો બજેટના મહત્વના મુદ્દાGujarat Budget 2026-27: ખેડૂતો માટે 11,000 કરોડનું રાહત પેકેજ અને ગૌસેવા માટે મોટી જાહેરાતો, જાણો બજેટના મહત્વના મુદ્દા
ખેતીમાં શારીરિક શ્રમ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે કૃષિ યાંત્રિકીકરણ પર ભાર મુકાયો છે.

Gujarat Budget 2026-27: ગુજરાત સરકારે વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને આર્થિક બૂસ્ટ આપવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા અને સિંચાઈના નીર છેવાડાના ખેતર સુધી પહોંચાડવા માટે બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતો માટે આર્થિક કવચ

રાજ્યના અંદાજે 33 લાખ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે સરકારે 11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને ધિરાણ લેવામાં મુશ્કેલી ન પડે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ની વ્યાજ સહાય પેટે 1539 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સિંચાઈ: પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ

બજેટમાં જળ સંસાધન માટે કુલ 3043 કરોડ ફાળવાયા છે, જેમાં અલગ-અલગ વિસ્તારો માટે વિશેષ જોગવાઈ છે:

કચ્છ: સિંચાઈ સુવિધાઓ માટે 1333 કરોડ

સૌરાષ્ટ્ર: 'સૌની' (SAUNI) યોજના માટે 473 કરોડ.

બધા સમાચાર

+ વધુુ વાંચો