Get App

Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આપશે 'સરપ્રાઈઝ'? મિડલ ક્લાસને ટેક્સમાં રાહતની આશા

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં તેમનું 9મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મોંઘવારી અને ટેક્સ સ્લેબને લઈને સામાન્ય જનતાને મોટી આશાઓ છે. જાણો બજેટ 2026 ના લાઈવ અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 10:07 AM
Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આપશે 'સરપ્રાઈઝ'? મિડલ ક્લાસને ટેક્સમાં રાહતની આશાBudget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આપશે 'સરપ્રાઈઝ'? મિડલ ક્લાસને ટેક્સમાં રાહતની આશા
આ બજેટ રજૂ કરવાની સાથે જ નિર્મલા સીતારમણ એક નવો રેકોર્ડ પોતાના નામે કરશે. આ તેમનું સતત 9મું બજેટ હશે. જેમાં 7 પૂર્ણ બજેટ અને 2 વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.

Budget 2026: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે સવારે તેઓ ગોલ્ડન કલરની ચેક્સ ડિઝાઈનવાળી પર્પલ સાડી પહેરીને કર્તવ્ય ભવનથી બજેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરંપરા મુજબ નાણામંત્રીને દહીં-ખાંડ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. હવે સામાન્ય જનતાને પણ આશા છે કે જેવી રીતે રાષ્ટ્રપતિએ નાણામંત્રીનું મોઢું મીઠું કરાવ્યું, તેવી જ રીતે નાણામંત્રી પણ પોતાના બજેટ દ્વારા જનતાને કોઈ ‘મીઠી’ ભેટ આપશે.

રાષ્ટ્રપતિ ભવનથી નીકળીને હવે નાણામંત્રી સંસદ ભવન પહોંચશે, જ્યાં કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ બરાબર 11 વાગ્યે તેઓ લોકસભામાં બજેટ ભાષણ શરૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં 'વિકસિત ભારત' ના રોડમેપની ઝલક જોવા મળશે.

જનતાને બજેટ પાસેથી શું છે આશાઓ?

આ વખતનું બજેટ સામાન્ય અને પૂર્ણ બજેટ હોવાથી મધ્યમ વર્ગ (Middle Class) અને નોકરીિયાત લોકોને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને નીચે મુજબના ફેરફારોની આશા રાખવામાં આવી રહી છે:

ઇનકમ ટેક્સ સ્લેબ: નોકરિયાત વર્ગ આશા રાખી રહ્યો છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) ની મર્યાદામાં વધારો કરવામાં આવે.

નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime): સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં સુધારા કરી શકે છે.

મોંઘવારી પર કાબૂ: ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને આશા છે કે ખાવા-પીવાની વસ્તુઓ અને ઈંધણના ભાવ કાબૂમાં આવે તેવા પગલાં સરકાર લેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો