Get App

બજાર અને બજેટ પર ચર્ચા: આ બજેટ ઘણું પડકારજનક રહેવાનું છે, પહેલા છ મહિના બજાર રેન્જબાઉન્ડ રહેશે - દિલીપ ભટ્ટ

દિલીપ ભટ્ટના મતે પાવર સેક્ટરમાં વેલ્યુએશન ઘણાં આકર્ષક થયા છે. આવનારા સમયમાં પાવર સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળશે. નોન ફેરસ મેટલ સેક્ટરમાં સારા રિટર્ન જોવા મળશે. એલ્યુમિનિયમ અને કોપરમાં હજુ પણ તેજી રહી શકે છે. નાની કંપની અને NBFCsમાં રોકાણ કરી શકાય.

MoneyControl Newsઅપડેટેડ Jan 14, 2026 પર 2:52 PM
બજાર અને બજેટ પર ચર્ચા: આ બજેટ ઘણું પડકારજનક રહેવાનું છે, પહેલા છ મહિના બજાર રેન્જબાઉન્ડ રહેશે - દિલીપ ભટ્ટબજાર અને બજેટ પર ચર્ચા: આ બજેટ ઘણું પડકારજનક રહેવાનું છે, પહેલા છ મહિના બજાર રેન્જબાઉન્ડ રહેશે - દિલીપ ભટ્ટ
2026ના બજેટનો સમય નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે હવે બજારને કેવા બોનસની જરૂર છે તે વિશે વાતચીત કરીશું આપણે ગેસ્ટ પેડિગ્રી એડવાઈઝરના ફાઉન્ડર દિલીપ ભટ્ટ સાથે.

2026ના બજેટનો સમય નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે હવે બજારને કેવા બોનસની જરૂર છે તે વિશે વાતચીત કરીશું આપણે ગેસ્ટ પેડિગ્રી એડવાઈઝરના ફાઉન્ડર દિલીપ ભટ્ટ સાથે.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે બજારમાં જિયોપોલિટિકલ, ટ્રેડ સંબંધિત અનિશ્ચિતતાઓ છે. ભારતમાં AI આધારીત સ્ટોક્સમાં રોકાણની સુવિધા નથી. અર્થતંત્રમાં પણ મિશ્ર સંકેતો છે. ટેક્સ કાપ આપ્યા હોવાથી નાણાંકીય ખાધને મેનેજ કરવાની રહેશે. આ બજેટ ઘણું પડકારજનક રહેવાનું છે. પહેલા છ મહિના બજાર રેન્જબાઉન્ડ રહેશે.

દિલીપ ભટ્ટના મતે સરકાર પાસે વધારે રાહત આપવાની જગ્યા હવે ઓછી છે. સરકાર વિનિવેશ કરીને વધુ નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરશે.

દિલીપ ભટ્ટનું માનવું છે કે FIIs પર LTCG ઘટાડવો જોઈએ કે હટાવવો જોઈએ. આનાથી મોટો ફરક સરકારને નહીં પડે. ટેક્સ હટવાથી FIIsના નેટ રિટર્નમાં પણ વધારો થશે. ફાઈનાન્સ સેક્ટરમાં ઘણાં FDI આવ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો