નાણા પ્રધાન નિર્મલા સીતારમણ શુક્રવાર, ડિસેમ્બર 6થી વિવિધ હિસ્સેદારો સાથે પૂર્વ-બજેટ પરામર્શ બેઠકો શરૂ કરશે. આ સમગ્ર પ્રોસેસના ભાગરૂપે નાણામંત્રી 6 ડિસેમ્બરે અગ્રણી અર્થશાસ્ત્રીઓને મળશે. ચાલુ નાણાકીય વર્ષ (2024-25)ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જીડીપી સાત ક્વાર્ટરમાં સૌથી નીચો 5.4 ટકા હોવા વચ્ચે નાણામંત્રી આગામી વર્ષે રજૂ થનારા બજેટ અંગે તેમની પાસેથી સૂચનો લેશે. ). સૂત્રોએ જણાવ્યું કે આ પછી 7 ડિસેમ્બરે નાણામંત્રી ખેડૂતોના સંગઠનો, કૃષિ અર્થશાસ્ત્રીઓ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.