Budget 2025 : ખાદ્ય તેલ ઉદ્યોગ સંસ્થા, SEAએ સરકારને રિફાઇન્ડ ખાદ્ય તેલની આયાતને કંટ્રોલ કરવા, સાબુ અને નૂડલ્સ જેવા ફિનિશ્ડ પ્રોડક્ટના ડ્યુટી-મુક્ત દેશમાં આવતા આયાત કન્સાઇનમેન્ટ પર પ્રતિબંધ મૂકવા અને ડી-ઓઇલ કરેલા ચોખાના ભૂસા પર 5 ટકા GST લાદવા વિનંતી કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણને સુપરત કરેલા તેના પ્રી-બજેટ મેમોરેન્ડમમાં, સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)એ તેલીબિયાં ઉત્પાદન વધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે નાણાકીય સહાય સાથે 'નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ' (NMEO) શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં દેશની આયાતી તેલ પરની નિર્ભરતાને 65 ટકાના સ્તરથી ઘટાડીને 25-30 ટકા કરવા માટે, આગામી પાંચ વર્ષ માટે NEEOને ઓછામાં ઓછા રુપિયા 25,000 કરોડના ખર્ચ સાથે અમલમાં મૂકવાની જરૂર છે.