મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળમાં કરોડો કરદાતાઓને સારા સમાચાર આપી શકે છે. સરકાર 80Cની મર્યાદા 1.50 રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. ઘણા કરદાતાઓ તેમના પસંદગીના ટેક્સ બચત વિકલ્પ તરીકે કલમ 80C પસંદ કરે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ, જો વ્યક્તિઓ જૂની કર વ્યવસ્થા પસંદ કરે છે, તો તેઓ નાણાકીય વર્ષ 2024-25 માટે મહત્તમ રૂ. 1.5 લાખની કપાત મેળવી શકે છે. જેઓ નવી કર વ્યવસ્થા પસંદ કરે છે તેઓ આ કપાતનો લાભ લેવા માટે પાત્ર નથી.