Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે એક સુધારેલ KNow Your Customer (KYC) રજિસ્ટ્રી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાગરિકો અને નાણાકીય સેવા કંપનીઓ માટે તમારા ગ્રાહકને જાણો KNow Your Customer (KYC) પ્રક્રિયાને સરળ બનાવવા માટે, સરકાર ટૂંક સમયમાં બધા કેવાયસી રેકોર્ડના કેન્દ્રિયકૃત ડેટાબેઝ તરીકે સુધારેલી સેન્ટ્રલ CKYC રજિસ્ટ્રી શરૂ કરશે.