Get App

Budget 2025: કેપેક્સ અને કન્ઝમ્પશનની દૃષ્ટીએ બજેટ મહત્ત્વનું રહેશે-નિપુણ મહેતા

નિપુણ મહેતાના મુજબ જ્યાં પરિણામો સારા આવે છે એવા સેક્ટર પર ફોકસ કરવું. IT સેક્ટરમાં હવે ગ્રોથ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. હોટલ સેક્ટરમાં સારા આવક ગ્રોથની આશા છે. પાવર સેક્ટર અને કેબલ ઈન્ડસ્ટ્રીમાં સારા ગ્રોથની અપેક્ષા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 23, 2025 પર 3:17 PM
Budget 2025: કેપેક્સ અને કન્ઝમ્પશનની દૃષ્ટીએ બજેટ મહત્ત્વનું રહેશે-નિપુણ મહેતાBudget 2025: કેપેક્સ અને કન્ઝમ્પશનની દૃષ્ટીએ બજેટ મહત્ત્વનું રહેશે-નિપુણ મહેતા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

નિપુણ મહેતાનું કહેવુ છે કે બજેટમાં વૈશ્વિક અનિશ્ચિતતાને ખાળવું જોઈએ. કેપેક્સ અને કન્ઝમ્પશનની દૃષ્ટીએ બજેટ મહત્ત્વનું રહેશે. ભારત નિકાસ પર એટલું નિર્ભર નથી. એટલે કન્ઝમ્પશન પર વધુ ફોકસ બજેટમાં રહેશે. ટેરિફને લઈને આવતા નિર્ણય પર નજર રાખવી જોઈએ.

નિપુણ મહેતાના મતે આ સેક્ટરમાં ગ્રોથની શક્યતાઓ વધારે છે. ઈન્ફ્રા પરનો ખર્ચ ધીમો પડ્યો છે તેને વધારવો જોઈએ. પ્રાઈવેટ સેક્ટર કેપેક્સ માટે શું પગલાં લે છે તેના પર નજર રહેશે. આશા મુજબનો ક્રેડિટ ગ્રોથ આવ્યો નથી.

L&T ની બોલી રજ થયા બાદ 70000 કરોડ રૂપિયાના P75(I) સબમરીન પ્રોજેક્ટ માટે ફરી ટેંડર રજુ થવાની સંભાવના ઓછી-સૂત્રો

નિપુણ મહેતાનું માનવું છે કે કોર્પોરેટ સેક્ટરથી માગ આવશે તો જ ક્રેડિટ ગ્રોથ આવશે. અફોર્ડેબલ હાઉસિંગનો ગ્રોથ ઘણો ધીમો રહ્યો છે. આ સેક્ટરમાં ગ્રોથની શક્યતાઓ વધારે છે. બજારમાં જ્યાં વેલ્યુએશન વધારે હતા ત્યાં ઘટાડો આવ્યો. જ્યાં માર્જિન વધવાની આશા છે ત્યાં નજર રાખવી.

બધા સમાચાર

+ વધુુ વાંચો