Union Budget 2025: સરકાર બજેટમાં નિકાસકારોને મોટી ભેટ આપી શકે છે. તરલતા વધારવા અને સસ્તા વ્યાજે લોન આપવા માટે આ બજેટમાં નક્કર જાહેરાતો થઈ શકે છે. CNBC Bajar દ્વારા મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, બજેટમાં નિકાસકારોને મોટી ભેટ આપતા સરકાર નિકાસકારોને સસ્તા દરે લોન આપવાનો નિર્ણય લઈ શકે છે. આ સિવાય લિક્વિડિટી વધારવા સંબંધિત પગલાંની જાહેરાત પણ શક્ય છે. વ્યાજ સમાનીકરણ યોજના ફરીથી શરૂ કરી શકાય છે. આ યોજના 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી. આ યોજના હેઠળ શિપમેન્ટ પછીની નિકાસ ક્રેડિટ ઉપલબ્ધ છે.