iPhone export PLI scheme: ટેક જાયન્ટ એપલ ઇન્ક એ ભારતમાંથી સ્માર્ટફોન એક્સપોર્ટનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ પોતાના વેન્ડર્સ દ્વારા એપ્રિલ-જૂન 2025 (Q1FY26) દરમિયાન ભારતમાંથી 6 બિલિયન ડોલરના iPhone એક્સપોર્ટ કર્યા, જે ગયા વર્ષની સરખી ત્રિમાસિક ગાળામાં $3.2 બિલિયનની સરખામણીએ 82%નો જબરદસ્ત વધારો દર્શાવે છે. આ સિદ્ધિ ભારત સરકારની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ એટલેકે PLI સ્કીમના ટેકાથી શક્ય બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંભવિત ટેરિફના ખતરા વચ્ચે પણ ભારતનું સ્માર્ટફોન એક્સપોર્ટ આ ત્રિમાસિક ગાળામાં 58% વધીને 7.72 બિલિયન ડોલર સુધી પહોંચ્યું, જે ગયા વર્ષે $4.9 બિલિયન હતું.