Get App

Appleનો મોટો ઝટકો, iPhone 18 Pro સિરીઝ અને ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ થતા જ જૂના મોડલ 65000 સુધી મોંઘા થયા

Apple દ્વારા નવી iPhone 18 Pro સિરીઝ અને કંપનીનો પ્રથમ ફોલ્ડેબલ ફોન iPhone Duo લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે, આ લોન્ચિંગ સાથે જ ભારતમાં iPhone 17, 16 અને Air ની કિંમતોમાં 65000 સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 10, 2026 પર 11:58 AM
Appleનો મોટો ઝટકો, iPhone 18 Pro સિરીઝ અને ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ થતા જ જૂના મોડલ 65000 સુધી મોંઘા થયાAppleનો મોટો ઝટકો, iPhone 18 Pro સિરીઝ અને ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ થતા જ જૂના મોડલ 65000 સુધી મોંઘા થયા
નવા લોન્ચ થયેલા iPhone 18 Pro ની ભારતમાં શરૂઆતી કિંમત 1,64,900 છે, જ્યારે અમેરિકામાં તે 1,199 ડોલરમાં મળશે.

ટેક દિગ્ગજ કંપની Apple દ્વારા નવી iPhone 18 Pro સિરીઝ માર્કેટમાં ઉતારવામાં આવી છે. આ સાથે જ ચાહકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવો કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન 'iPhone Duo' પણ લોન્ચ કરી દેવાયો છે. જોકે, આ ખુશખબરની સાથે એપલે ભારતીય ગ્રાહકોને એક મોટો ઝટકો પણ આપ્યો છે. નવા મોડલ લોન્ચ થતાની સાથે જ કંપનીએ ભારતમાં પોતાના જૂના મોડલ્સની કિંમતોમાં 65,000 સુધીનો અધધ વધારો કરી દીધો છે.

જૂના iPhone મોડલ્સની કિંમતોમાં તોતિંગ વધારો

એપલના આ નિર્ણયથી iPhone 17, iPhone 17e, iPhone 16 અને iPhone Air ખરીદવાનું વિચારતા ગ્રાહકોના ખિસ્સા પર મોટો બોજ પડશે. કયા મોડલ પર કેટલો ભાવ વધ્યો, તેની વિગતો નીચે મુજબ છે.

iPhone 17: 256GB વેરિઅન્ટની કિંમત 82,900 થી વધારીને 99,900 (17,000 નો વધારો) કરવામાં આવી છે. જ્યારે 512GB મોડલની કિંમત 1,02,900 થી વધીને 1,24,900 (22,000 નો વધારો) થઈ ગઈ છે.

iPhone 17e: આ મોડલના 256GB વર્ઝનનો ભાવ 64,900 થી વધારીને 79,900 (15,000 નો વધારો) અને 512GB નો ભાવ 84,900 થી વધારીને 1,04,900 (20,000 નો વધારો) કરાયો છે.

iPhone 16: આ સ્માર્ટફોનના 128GB વેરિઅન્ટમાં સીધો 20,000 નો વધારો ઝીંકાયો છે, જેનાથી તેની કિંમત 69,900 થી વધીને 89,900 થઈ ગઈ છે.

iPhone Air: કિંમત વધારામાં સૌથી મોટો ફટકો આ મોડલ પર પડ્યો છે. 256GB મોડલ 30,000 મોંઘુ થઈને 1,49,900 નું થયું છે. 512GB મોડલ 35,000 ના વધારા સાથે 1,74,900 અને 1TB મોડલ પર અધધ 65,000 ના વધારા સાથે નવી કિંમત 2,24,900 થઈ ગઈ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો