Asian Paints Q1 Results: એશિયન પેઇન્ટ્સ લિમિટેડે મંગળવાર, 29 જુલાઈના રોજ તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીએ એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટર (Q1FY26) માટે અપેક્ષા કરતા વધુ સારી વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી. પરંતુ, આવક અને નફામાં ઘટાડો જોવા મળ્યો. જોકે, રોકાણકારોએ પરિણામને હકારાત્મક રીતે લીધું. એશિયન પેઇન્ટ્સના શેરમાં લગભગ 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો.