Bharti Airtel Q1 Results: અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલ લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 ના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીએ વાર્ષિક ધોરણે 43% વૃદ્ધિ સાથે ₹5,948 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો છે. પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ₹4,159 કરોડ હતો.