સેબીના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચને રાહત મળી: મૂડી બજાર નિયમનકાર સેબીના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચને આજે મંગળવાર, 4 માર્ચના રોજ બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જોકે, આ રાહત ચાર અઠવાડિયા માટે આપવામાં આવી છે. માધવી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાના આદેશ આપતી ખાસ અદાલતના આદેશ પર હાઈકોર્ટે ચાર અઠવાડિયા માટે સ્ટે આપ્યો છે. આ FIR શેરબજારમાં છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનના આરોપસર નોંધવાની હતી પરંતુ હવે બોમ્બે હાઈકોર્ટે આ આદેશ પર સ્ટે મૂકી દીધો છે અને કહ્યું છે કે ટ્રાયલ કોર્ટનો આદેશ યાંત્રિક હતો.