ઓટો ઉદ્યોગ તરફથી સારા સમાચાર આવ્યા છે. બજારમાં સકારાત્મક ભાવનાને કારણે, વ્હીકલની માંગમાં સારો વધારો થયો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં વ્હીકલના જથ્થાબંધ સેલિંગમાં 12 ટકાનો વધારો થયો હતો, જેમાં ટુ-વ્હીલર્સની મજબૂત માંગ મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે તમામ વ્હીકલ સેગમેન્ટનું કુલ જથ્થાબંધ સેલિંગ 2,54,98,763 યુનિટ રહ્યું હતું, જે 2023માં 2,28,39,130 યુનિટથી 11.6 ટકા વધુ છે. ગયા વર્ષે સેલિંગ વધારવામાં ટુ-વ્હીલર વ્હીકલએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગયા વર્ષે ટુ-વ્હીલર્સના જથ્થાબંધ સેલિંગમાં 2023 ની સરખામણીમાં 14.5 ટકાનો વધારો થયો હતો.