Drought in Maharashtra : મહારાષ્ટ્રમાં પડેલા દુકાળના સંકટે હવે મોંઘવારી અંગે નવી ચિંતાઓ વધારી દીધી છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તેની સીધી અસર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી પોલિસી પર પણ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર સરકારે દુકાળ જાહેર કરતા ખેડૂતોને રાહત આપવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે, પરંતુ તેની અસર શેરબજારની કેટલીક મોટી કંપનીઓ પર પડવાની પૂરી શક્યતા છે. ચાલો સમજીએ કે આ દુકાળથી કઈ કંપનીઓ અને બેંકોને નુકસાન થઈ શકે છે.

