કોવિડ-19 રોગચાળા પછી જાપાની કંપનીઓ ભારતને તેમના એક આધાર તરીકે જોઈ રહી છે. કારણ કે તેઓ ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે તેમના ઉત્પાદન અને પુરવઠા શૃંખલામાં વિવિધતા લાવવા ‘ચાઈના પ્લસ વન' પોલીસી અપનાવી રહ્યા છે. નાણાકીય સલાહકાર કંપની ડેલોઇટના નિષ્ણાતોએ આ વાત કહી છે. આ પોલીસીમાં વૈકલ્પિક દેશોમાં પ્રોડક્શન સુવિધાઓ સ્થાપવાનો સમાવેશ થાય છે, જેમાં ભારત એક નોંધપાત્ર લાભાર્થી તરીકે ઉભરી રહ્યું છે. ડેલોઇટ જાપાનના સીઈઓ કેનિચી કિમુરાએ જણાવ્યું હતું કે, “કોવિડ પછી, જાપાની કંપનીઓ સક્રિયપણે ‘ચાઇના-પ્લસ’ સપ્લાય ચેઇન વ્યૂહરચનાઓનું અન્વેષણ કરી રહી છે, જેમાં ભારત એક મુખ્ય સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.