GAIL શેર્સ: સરકારી ગેસ કંપની GAIL (Gas Authority of India Limited) ના શેર્સમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ Jefferiesએ GAIL શેર્સને 'બાય' રેટિંગ આપ્યું છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે. Jefferiesનું માનવું છે કે યુનિફાઈડ પાઈપલાઈન ટેરિફમાં વધારો થવાની સંભાવનાથી GAILના શેર્સમાં મજબૂત ઉછાળો જોવા મળી શકે છે. આજે BSE પર GAILના શેર 1.58%ના વધારા સાથે 186.85 પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ઇન્ટ્રા-ડેમાં તે 187.20ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

