ICICI Bank Minimum Balance News: ICICI બેંકે તેના મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે ગ્રાહકો તેમના ખાતામાં નિર્ધારિત સરેરાશ બેલેન્સ જાળવી ન રાખે તો તેમને પહેલા કરતા વધુ દંડ ચૂકવવો પડી શકે છે. આ નિર્ણય પછી, સોશિયલ મીડિયા અને ગ્રાહક મંચો પર ઘણી ચર્ચા થઈ હતી.