IIP Growth: મે 2025 માં દેશનો ઔદ્યોગિક વિકાસ દર ઘટીને 1.2% થયો. આ આંકડો છેલ્લા આઠ મહિનામાં સૌથી નીચો છે. પાછલા મહિનામાં એટલે કે એપ્રિલમાં, ઔદ્યોગિક વિકાસ દર 2.6% હતો. 30 જૂને જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, આ ઘટાડો મુખ્યત્વે કોર સેક્ટર અને પાવર ઉત્પાદનમાં નબળાઈને કારણે નોંધવામાં આવ્યો છે.