Get App

M&M April Sales: મહિન્દ્રાએ એપ્રિલમાં કરી કમાલ, ટ્રેક્ટર અને એક્સપોર્ટમાં તોતિંગ ઉછાળો, જાણો વેચાણના લેટેસ્ટ આંકડા

M&M April Sales: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) માટે એપ્રિલ મહિનો શાનદાર રહ્યો છે. ટ્રેક્ટરના વેચાણમાં 21% અને એક્સપોર્ટમાં 47% નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વાંચો વેચાણના આંકડા અને શેરની સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ May 01, 2026 પર 1:28 PM
M&M April Sales: મહિન્દ્રાએ એપ્રિલમાં કરી કમાલ, ટ્રેક્ટર અને એક્સપોર્ટમાં તોતિંગ ઉછાળો, જાણો વેચાણના લેટેસ્ટ આંકડાM&M April Sales: મહિન્દ્રાએ એપ્રિલમાં કરી કમાલ, ટ્રેક્ટર અને એક્સપોર્ટમાં તોતિંગ ઉછાળો, જાણો વેચાણના લેટેસ્ટ આંકડા
M&M April Sales: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) માટે એપ્રિલ મહિનો શાનદાર રહ્યો છે.

M&M April Sales: ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) માટે એપ્રિલ મહિનો ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે. ટ્રેક્ટર્સની મજબૂત માંગ અને એક્સપોર્ટ (નિકાસ) માં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 14% નો વધારો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનાના આ ધમાકેદાર આંકડાની અસર હવે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેર પર જોવા મળી શકે છે.

નોંધનીય છે કે 1 મે ના રોજ મહારાષ્ટ્ર દિવસ હોવાને કારણે શેરબજારમાં રજા હતી. જો છેલ્લા ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો, 30 એપ્રિલના રોજ M&M નો શેર BSE પર 1.71% ના વધારા સાથે 3096.90 ના સ્તરે બંધ રહ્યો હતો.

કેવા રહ્યા એપ્રિલના વેચાણના આંકડા?

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાહેર કરેલા ડેટા મુજબ, એપ્રિલમાં કંપનીનું કુલ વેચાણ 14% વધીને 94,627 યુનિટ સુધી પહોંચી ગયું છે. કંપનીના અલગ-અલગ સેગમેન્ટ પર નજર કરીએ તો:

ફાર્મ સેગમેન્ટ (ટ્રેક્ટર): ખેતી ક્ષેત્રે વપરાતા ટ્રેક્ટર્સના વેચાણમાં તગડો ગ્રોથ જોવા મળ્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં વેચાયેલા 40,054 યુનિટની સરખામણીએ આ વખતે વેચાણ 21% ઉછળીને 48,411 યુનિટ પર પહોંચ્યું છે.

એક્સપોર્ટ (નિકાસ): સૌથી મોટો ઉછાળો નિકાસમાં જોવા મળ્યો છે. કંપનીનું એક્સપોર્ટ 47% વધીને 4,970 યુનિટ નોંધાયું છે, જે અગાઉ 3,381 યુનિટ હતું.

પેસેન્જર વ્હીકલ્સ: આ સેગમેન્ટમાં વૃદ્ધિ થોડી ધીમી રહી છે. પેસેન્જર ગાડીઓનું વેચાણ 8% ના વધારા સાથે 56,331 યુનિટ રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો