TT Jagannathan death: કિચન એપ્લાયંસેજ બનાવા વાળી કંપની TTK પ્રેસ્ટિજ લિમિટેડના ચેરમેન એમેરિટસ ટી.ટી. જગન્નાથનનું ગુરુવારે મોડી રાત્રે અવસાન થયું. કંપનીની વેબસાઇટ પરની માહિતી અનુસાર, "કિચન મોગલ" તરીકે ઓળખાતા જગન્નાથન છેલ્લા 50 વર્ષથી TTK પ્રેસ્ટિજના બોર્ડમાં હતા અને TTK ગ્રુપને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં અને તેને દેવામુક્ત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.