અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારતની અર્થવ્યવસ્થાને મૃત અર્થવ્યવસ્થા ગણાવી હતી. હવે તેમને વૈશ્વિક રેટિંગ એજન્સી S&P તરફથી કડક જવાબ મળ્યો છે. S&P ગ્લોબલ રેટિંગ્સે ગુરુવારે ભારતના ક્રેડિટ રેટિંગમાં એક સ્ટેપ વધારો કરીને 'BBB' કર્યું છે. મજબૂત આર્થિક વૃદ્ધિ અને ફુગાવાને કાબુમાં લેવા માટે વધુ સારા નાણાકીય નીતિના પગલાંનો ઉલ્લેખ કરીને રેટિંગ વધારવામાં આવ્યું છે. S&P એ પ્રથમ વૈશ્વિક રેટિંગ એજન્સી છે જેણે ભારતનું રેટિંગ સૌથી નીચા રોકાણ સ્તર 'BBB-' થી વધાર્યું છે. S&P એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત રાજકોષીય મજબૂતાઈને પ્રાથમિકતા આપી રહ્યું છે. આ મજબૂત માળખાગત સુવિધા બનાવવા માટે ઝુંબેશ જાળવી રાખીને ટકાઉ જાહેર નાણાં પૂરા પાડવાની સરકારની રાજકીય પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."