Made in India Stealth Fighter Jet: ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી અને ભવિષ્યની ટેકનોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશે તેના સૌથી મહત્વાકાંક્ષી ડિફેન્સ પ્રોજેક્ટ્સમાંથી એક, 5th જનરેશનના એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) બનાવવા માટેની પ્રક્રિયાને વેગ આપ્યો છે. આ મેગા પ્રોજેક્ટ પાછળ લગભગ 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જે અંતર્ગત 125થી વધુ સુપરસોનિક સ્ટીલ્થ ફાઇટર જેટ્સનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે.