Invest in Gold: તહેવારો દરમિયાન સોનું ખરીદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ સમયે સોનું અને અન્ય કિંમતી વસ્તુઓ ખરીદવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. દાયકાઓથી, ભારતીયો તહેવારો દરમિયાન જ્વેલર્સ પાસેથી સોનું ખરીદે છે. આજકાલ, સોનું ખરીદવાની ઘણી રીતો છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ તહેવારોની સિઝનમાં તમે સોનામાં કઈ રીતે રોકાણ કરી શકો છો.