Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી આગળ વધી, બ્રેન્ટ $74 તરફ, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી મામુલી ઘટાડો

શુગર પર ફોકસ, કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી, ભારત તેની 10 લાખ ટન નિકાસને મર્યાદિત અથવા સ્થગિત કરે તેવી અપેક્ષા ઓછી, સારી વાવણીથી બ્રાઝિલમાં 2025-26 માટે શુગર આઉટલૂક સુધર્યું.

MoneyControl Newsઅપડેટેડ Mar 27, 2025 પર 12:41 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી આગળ વધી, બ્રેન્ટ $74 તરફ, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી મામુલી ઘટાડોકોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજી આગળ વધી, બ્રેન્ટ $74 તરફ, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી મામુલી ઘટાડો
ચાંદીમાં પણ મજબૂતી યથાવત્ રહેતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલર તરફ આગળ વધતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 99,716ના સ્તરની પાસે કામકાજ જોવા મળ્યું હતું.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા નબળો થઈ 85.71 પ્રતિ ડૉલરની સામે 85.91 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, અહીં ક્રૂડ ઓઈલમાં ઉછાળો અને ડૉલર ઇન્ડેક્સમાં સુધારાથી રૂપિયા પર દબાણ જોવા મળ્યું.

ઓછી ગ્લોબલ સપ્લાઈની ચિંતા વચ્ચે USમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટતા ક્રૂડમાં ઉછાળો આગળ વધ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 74 ડૉલરના સ્તર તરફ આગળ વધ્યા, તો NYMEXમાં પણ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે USએ વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર 25% ટેરિફ લગાવવાની ધમકી આપી છે, અને પહેલાથી જ ઈરાનના તેલ વેચાણ પર પ્રતિબંધો લગાવ્યા છે, આ બધાની વચ્ચે USમાં પણ ઇન્વેન્ટરી ઘટતા ઓછી સપ્લાઈની ચિંતા વધી રહી છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી છે. ઓછી ગ્લોબલ સપ્લાઈની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળ્યો. વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર 25% ટેરિફ લગાવવાની USની ધમકી છે. અમેરિકાએ ઈરાનના તેલ વેચાણ પર પ્રતિબંધો લગાવ્યા છે. USની ઇન્વેન્ટરી 3.34 મિલિયન બેરલ ઘટી.

બધા સમાચાર

+ વધુુ વાંચો