Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજીનો ઉભરો, બ્રેન્ટ @66$, બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો

આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

MoneyControl Newsઅપડેટેડ May 21, 2025 પર 12:30 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજીનો ઉભરો, બ્રેન્ટ @66$, બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતોકોમોડિટી લાઈવ: ક્રૂડમાં તેજીનો ઉભરો, બ્રેન્ટ @66$, બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો નેગેટીવ સંકેતો સાથે 290ના સ્તરની પાસે પહોંચી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈ 85.64 પ્રતિ ડૉલરની સામે 85.65 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 100ના સ્તરની નીચે આવતા પણ રૂપિયાને સપોર્ટ નથી મળી રહ્યો.

ગઈકાલની નરમાશ બાદ સોનામાં ફરી રિકવરી આવતા COMEX પર ભાવ 3300 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફરી કિંમતોએ 95000ના સ્તર વટાવ્યા છે, ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલી અને રશિયા-યુક્રેન વચ્ચેના તણાવથી ફરી સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે.

સોનાને પગલે ચાંદીમાં પણ નીચલા સ્તરેથી ખરીદદારી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 97,500ને પાર કામકાજ જોવા મળ્યું હતું. બુલિયન અને ઇન્ડસ્ટ્રીયલ વપરાશમાં વધુ માગના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી થોડા પોઝિટીવ સંકેતો મળ્યા, જ્યાં લેડ સિવાય તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી, સૌથી વધારે ખરીદદારી કોપરમાં જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતો સતત છેલ્લા 4 સપ્તાહના ઘટાડા બાદ વધતી દેખાઈ હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો