Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર

આજે mcx પર બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. એલ્યુમિનિયમ અને લેડમાં દબાણ છે તો કોપરમાં અડધા ટકાનો ઘટાડો છે તેમ જ ઝિંક પણ દબાણમાં છે. LME પર તમામ બેઝ મેટલ્સમાં દબાણ છે... ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીને પગલે બેઝ મેટલ્સમાં દબાણ છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 02, 2024 પર 11:49 AM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબારકોમોડિટી લાઇવ: ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર
ચાંદીમાં પણ સોનાના પગલે દબાણ જોવા મળ્યું છે. કોમેક્સ પર ચાંદી દોઢ ટકાથી વધુ ઘટીને આજે 31 ડોલરની નીચે પહોંચી ગઈ છે.. તો mcx પર માર્ચ વાદયો હજુ 90 હજાર પર ટક્યો છે.

સોનામાં આજે દબાણ જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રી બજારમાં સોનામાં ભાવમાં એક ટકાનો ઘટાડો છે અને ભાવ 2650 ડોલરની નીચે પહોંતી ગયા હતા. તો MCX પર પણ દબાણ જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ડોલર ઈન્ડેક્સમાં નીચલા સપ્તાહે પહોંચ્યો હતો જ્યાંથી રિકવરી આવી છે જેના કારણે પણ સોનામાં દબાણ બન્યું છે.

આજે સોનામાં દબાણ સાથે કારોબાર થશે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીથી દબાણ આવ્યું. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં પણ દબાણ છે. નવેમ્બરમાં સોનામાં વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. ગયા સપ્તાહે સોનું 2% અને નવેમ્બરમાં 3% ઘટ્યું. ડોલર ઈન્ડેક્સમાં નવેમ્બરમાં 2%નો ઉછાળો છે. ટ્રમ્પની જીત બાદ US ડોલર મજબૂત થતાં ભાવ ઘટ્યા.

ચાંદીમાં પણ સોનાના પગલે દબાણ જોવા મળ્યું છે. કોમેક્સ પર ચાંદી દોઢ ટકાથી વધુ ઘટીને આજે 31 ડોલરની નીચે પહોંચી ગઈ છે.. તો mcx પર માર્ચ વાદયો હજુ 90 હજાર પર ટક્યો છે.

આજે mcx પર બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. એલ્યુમિનિયમ અને લેડમાં દબાણ છે તો કોપરમાં અડધા ટકાનો ઘટાડો છે તેમ જ ઝિંક પણ દબાણમાં છે. LME પર તમામ બેઝ મેટલ્સમાં દબાણ છે... ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીને પગલે બેઝ મેટલ્સમાં દબાણ છે. બીજી તરફ ચીલીના CODELCO દ્વારા ઉત્પાદન વધારવામાં આવ્યું છે જેને પગલે કોપરમાં ઉછાળો જોવા મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો