શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા નબળો થઈ 86.24 પ્રતિ ડૉલરની સામે 86.37 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતી વધુ બગડતા ક્રૂડમાં 77 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો, પમ ડૉલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કામકાજ સ્થિર છે, એટલે ક્રૂડમાં આવેલી મજબૂતીના કારણે રૂપિયા પર દબાણ જોવા મળ્યું છે.