Get App

કોમોડિટી લાઇવ: ભૌગોલિક અનિશ્ચિતતાએ ક્રૂડમાં ઉતાર-ચઢાવ, વ્યાજ દર કાપની આશાએ સોના-ચાંદીમાં તેજી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 258ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 05, 2025 પર 12:35 PM
કોમોડિટી લાઇવ: ભૌગોલિક અનિશ્ચિતતાએ ક્રૂડમાં ઉતાર-ચઢાવ, વ્યાજ દર કાપની આશાએ સોના-ચાંદીમાં તેજીકોમોડિટી લાઇવ: ભૌગોલિક અનિશ્ચિતતાએ ક્રૂડમાં ઉતાર-ચઢાવ, વ્યાજ દર કાપની આશાએ સોના-ચાંદીમાં તેજી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં પોઝિટીવ કામકાજ હતું પણ કોપરમાં નરમાશ જોવા મળી

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 19 પૈસા નબળો થઈ 87.66 પ્રતિ ડૉલરની સામે 87.85 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લગાવવાની ધમકી, ક્રૂડ ઓઈલમાં વેચવાલી અને ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીવના કારણે રૂપિયા પર દબાણ બની રહ્યું છે.

કિંમતોમાં મોટા ઘટાડા બાદ સ્થિરતા જોવા મળી, જ્યાં બ્રેન્ટમાં 68 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, તો nymex ક્રૂડમાં 66 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, ડિમાન્ડની ચિંતા વચ્ચે opec+ દ્વારા ઉત્પાદન વધારવાની વાતોએ કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. રશિયન તેલ ખરીદદારો પર વધુ US પ્રતિબંધોની ધમકીઓએ ક્રૂડના ઘટાડાને રોકવામાં બહુ મદદ નથી કરી. ઉલ્લેખનિય છે કે, OPEC+ સતત બીજા મહિને ઉત્પાદનમાં દરરોજ 547,000 બેરલનો વધારો કરવા સંમત થયા છે.

ભારતનું અમેરિકાને સ્પષ્ટ નિવેદન

MEAએ નું કહેવુ છે કે કારણ વગર ભારતને નિશાન બનાવવું યોગ્ય નથી. રાષ્ટ્રીય હિત અમારા માટે સર્વોપરી છે. આર્થિક સુરક્ષાના રક્ષણ માટે અમે જરૂરી પગલાં લઈશું.

બધા સમાચાર

+ વધુુ વાંચો