Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી યથાવત્, બ્રેન્ટના ભાવમાં રાતોરાત 5%નો ઉછાળો

ચાંદીમાં ઉપલા સ્તરેથી મામુલી ઘટાડો આવતો જોવા મળ્યો પરંતુ પોઝિટીવ કારોબાર યથાવત રહ્યો છે... સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 106000ને પાર જોવા મળ્યો... કોમેક્સ પર પણ ભાવ 36 ડૉલરને પાર જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jun 12, 2025 પર 11:05 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી યથાવત્, બ્રેન્ટના ભાવમાં રાતોરાત 5%નો ઉછાળોકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી યથાવત્, બ્રેન્ટના ભાવમાં રાતોરાત 5%નો ઉછાળો
રાજ્યમાં 2 દિવસ બાદ ફરી વરસાદનું જોર વધશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે.

રૂપિયો આજે 8 પૈસા મજબૂત થઇને 85.51/$ની સામે 85.43/$ પર ખૂલ્યો છે. ઉલ્લેખનિય છે કે US-ચીન વચ્ચે ટેરિફ કરાર બાદ કરન્સીમાં સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળ્યા છે. મોટાભાગની એશિયન કરન્સીમાં ડૉલર સામે તેજી જોવા મળી છે. સાથે જ ડૉલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કારોબાર યથાવત્ છે.

તો સોનામાં આજે તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં 98000ના સ્તરની નજીક કારોબાર મળ્યો તો કોમેક્સ પર 3400 ડૉલરની નજીક એક્શન જોવા મળી રહ્યું છે. નબળા ડૉલરના કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો અનુમાન કરતા ઓછા US CPIના કારણે પણ સેન્ટિમેન્ટ સુધર્યા છે.

ચાંદીમાં ઉપલા સ્તરેથી મામુલી ઘટાડો આવતો જોવા મળ્યો પરંતુ પોઝિટીવ કારોબાર યથાવત રહ્યો છે... સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 106000ને પાર જોવા મળ્યો... કોમેક્સ પર પણ ભાવ 36 ડૉલરને પાર જોવા મળ્યો.

ડૉલરમાં નરમાશના કારણે બેઝ મેટલ્સના પણ સેન્ટિમેન્ટ સુધર્યા છે. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો. તો LME પર પણ કોપરની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે US-ચીન વચ્ચે ટેરિફ કરારના કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો