Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે પણ તેજી, ક્રૂડમાં આજે આવ્યું દબાણ

સોનામાં આજે સતત બીજા દિવસે ઉછાળો હતો.. ગઈકાલે 2 ટકા જેટલા ભાવ વધ્યા બાદ કોમેક્સ અને MCX પર તેજી જોવા મળી હતી. સોનું 3 સપ્તાહના ઉપલા સ્તરે કામકાજ કરી રહ્યું છે. ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદર કાપ થાય એવી આશાએ આજે સોનામાં તેજી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2025 પર 12:16 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે પણ તેજી, ક્રૂડમાં આજે આવ્યું દબાણકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે પણ તેજી, ક્રૂડમાં આજે આવ્યું દબાણ
ક્રૂડમાં આજે ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કેOPEC અને IEA દ્વારા ક્રૂડના આઉટલૂકને લઈને આ સપ્તાહે રિપોર્ટ બહાર પડવાનો છે અને તે પહેલા દબાણ છે.

આજે રૂપિયાની શરૂઆત 88.69ની આસપાસ જ થતી જોવા મળી હતી. જોકે USમાં બોન્ડ માર્કેટ બંધ હોવાથી આજે કરન્સી માર્કેટમાં વોલ્યુમ પણ થોડા ઓછા છે.

સોનામાં આજે સતત બીજા દિવસે ઉછાળો હતો.. ગઈકાલે 2 ટકા જેટલા ભાવ વધ્યા બાદ કોમેક્સ અને MCX પર તેજી જોવા મળી હતી. સોનું 3 સપ્તાહના ઉપલા સ્તરે કામકાજ કરી રહ્યું છે. ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદર કાપ થાય એવી આશાએ આજે સોનામાં તેજી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો ગઈકાલની 2%ની તેજી બાદ સોનામાં આજે પણ ખરીદી જોવા મળી. સોનું 3 સપ્તાહના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યું. ડિસેમ્બરમાં ફેડના વ્યાજદર કાપની આશાએ તેજી આવી.

સાથે ચાંદીમાં પણ ખરીદદારી છે. ચાંદી કોમેક્સ પર 50.70 ડોલરની ઉપર કામકાજ જોવા મળ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો