Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ, ક્રૂડ ઓઈલમાં વેચવાલી વધી

સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 50 ડૉલરની નીચે આવ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 53 હજારની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો 50 ડૉલરની નીચે આવ્યા. સ્થાનિક બજારમાં પણ કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2025 પર 12:43 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ, ક્રૂડ ઓઈલમાં વેચવાલી વધીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ, ક્રૂડ ઓઈલમાં વેચવાલી વધી
સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 50 ડૉલરની નીચે આવ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 53 હજારની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 33 પૈસા મજબૂત થઈને 89.48 પ્રતિ ડૉલરની સામે 89.15 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે આ વર્ષે હાલ સુધી ડૉલર સામે રૂપિયો આશરે 4.5% જેટલો ઘટી ચૂક્યો છે.

રૂપિયા માટે ફોરેક્સ એડવાઈઝર K N DEYનું કહેવું છે કે, શુક્રવારે RBI દ્વારા 89.53ના સ્તરે ડૉલરમાં વેચવાલી કરી હોવાથી રૂપિયાને સપોર્ટ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે, અને USના વ્યાજ દરના નિર્ણય બાદ આવનાર દિવસોમાં રૂપિયાની નરમાશ ડૉલર સામે ઓછી થતી જોવા મળી શકે છે.

USના મજબૂત લેબર માર્કેટના આંકડાના કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં COMEX પર સોનું 4050 ડૉલરની પાસે આવ્યું, તો સ્થાનિક બજારમાં આશરે 1 ટકા જેટલી નરમાશ સાથે 1 લાખ 22 હજારના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. સોનામાં કારોબારની વાત કરીએ તો મજબૂત US લેબર આંકડાના કારણે કિંમતો ઘટી છે. સેન્ટ્રલ બેન્ક તરફથી ડોવિશ સંકેતો છે. US યીલ્ડમાં ઘટાડાની અસર કિંમતો પર રહી.

સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી આવતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 50 ડૉલરની નીચે આવ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 53 હજારની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ચાંદીમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં કિંમતો 50 ડૉલરની નીચે આવ્યા. સ્થાનિક બજારમાં પણ કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો