Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સામાન્ય મજબૂતી, ક્રૂડમાં ઘટાડો, $67ની નીચે

સપ્તાહની શરૂઆતમાં ક્રૂડમાં દબાણ જોવા મળ્યુ. ગયા સપ્તાહે 13%નો ઘટાડો આવ્યો હતો. 2 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો આવ્યો. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ બંધ થયો. OPEC ઓગસ્ટમાં ઉત્પાદનમાં વધારો કરશે.

MoneyControl Newsઅપડેટેડ Jun 30, 2025 પર 11:59 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સામાન્ય મજબૂતી, ક્રૂડમાં ઘટાડો, $67ની નીચેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સામાન્ય મજબૂતી, ક્રૂડમાં ઘટાડો, $67ની નીચે
ગયા સપ્તાહે ઘટાડા બાદ સોના અને ચાંદીમાં સામાન્ય તેજી... ટ્રેડવાર્તા આગળ વધતા અને તણાવ શાંત થતાં આવ્યો હતો ઘટાડો.. ચાંદી સામાન્ય તેજી... જૂનમાં આવ્યો છે 11%નો ઘટાડો.

સોનામાં એક મહિનાના નીચલા સ્તર પાસે કારોબાર કરી રહ્યા છે. પશ્ચિમ એશિયા, ઈરાન-ઈઝરાયેલના તણાવ શાંત થતા ઘટાડો થયો. ટ્રેડવાર્તા આગળ વધતા સોનામાં ઘટાડો થયો.

ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ આવ્યું. 13 મહિનાના ઉચ્ચત્તમ સ્તરેથી વેચવાલી આવી. જૂનમાં ચાંદી 11% જેટલી વધી.

એલ્યુમિનિયમ 13 સપ્તાહના ઉપલા સ્તરે છે. જૂનમાં એલ્યુમિનિયમમાં 5%નો વધારો આવ્યો. કોપરમાં એક સપ્તાહમાં 6%નો ઉછાળો આવ્યો. ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં US 400 કિલો ટન કોપર ગયું. US કોપરની આયાત પર ટેરિફ મૂકી શકે છે.

સપ્તાહની શરૂઆતમાં ક્રૂડમાં દબાણ જોવા મળ્યુ. ગયા સપ્તાહે 13%નો ઘટાડો આવ્યો હતો. 2 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો આવ્યો. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ બંધ થયો. OPEC ઓગસ્ટમાં ઉત્પાદનમાં વધારો કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો