શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયાની તેજી આગળ વધતા ડૉલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 88.08 પ્રતિ ડૉલરની સામે 87.81 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં US સરકારમાં શટડાઉનના કારણે ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી, અને ક્રૂડની કિંમતો ઘટીને 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી હોવાથી પણ રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો છે.

