Get App

કમોડિટી લાઈવ: સોના-ચાંદીની તેજી આગળ વધી, IEAના નબળા આઉટલૂકથી ક્રૂડમાં ઘટાડો

કોપરમાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ફ્યૂચર્સમાં ઘટાડા સાથેનો કારોબાર છે. US-ચાઈના વચ્ચે ફરી તણાવ વધતા કિંમતો પર અસર રહેશે. ચીલી અને ઇન્ડોનેશિયા તરફથી સપ્લાઈની ચિંતાએ કિંમતો પર અસર રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2025 પર 1:00 PM
કમોડિટી લાઈવ: સોના-ચાંદીની તેજી આગળ વધી, IEAના નબળા આઉટલૂકથી ક્રૂડમાં ઘટાડોકમોડિટી લાઈવ: સોના-ચાંદીની તેજી આગળ વધી, IEAના નબળા આઉટલૂકથી ક્રૂડમાં ઘટાડો
સોનાની તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 4180 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં કિંમતો 1 લાખ 27 હજારની ઉપર પહોંચતી દેખાઈ હતી, આ સાથે જ 2025માં હાલ સુધી સોનાની કિંમતો આશરે 59% વધતી જોવા મળી ચુકી છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 87 પૈસા મજબૂત થઈને 88.80 પ્રતિ ડૉલરની સામે 88.26 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં. ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US ફેડ તરફથી વ્યાજ દરમાં કાપની સંભાવનાઓ વધતા ડૉલર ઇન્ડેક્સ અને 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો, આ સાથે ક્રૂડ ઓઈલમાં પણ દબાણની અસર રૂપિયા પર પોઝિટીવ જોવા મળી રહી છે.

સોનાની તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 4180 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં કિંમતો 1 લાખ 27 હજારની ઉપર પહોંચતી દેખાઈ હતી, આ સાથે જ 2025માં હાલ સુધી સોનાની કિંમતો આશરે 59% વધતી જોવા મળી ચુકી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો 2025માં હાલ સુધી કિંમતો 59% વધતી દેખાઈ. વૈશ્વિક બજારમાં ભાવ 4179 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યા. ઓક્ટોબરમાં 97% લોકોને US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની આશા છે. અમેરિકાએ ચીની આયાત પર 100% વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી છે. ચીન રેર-અર્થ મેગ્નેટ પર નિકાસ નિયંત્રણો કડક બનાવશે.

ચાંદીમાં પણ ખરીદદારી આગળ વધતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ એક ટકાથી વધુ વધીને 52 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં ઓલમોસ્ટ 1 લાખ 60 હજારની ઉપર પહોંચતા જોવા મળ્યા, અહીં 2025માં હાલ સુધી કિંમતો 80% વધતી જોવા મળી, દુનિયાભરમાં પ્રિશિયસ મેટલ્સની માગ વધવા સામે ઓછા ઉત્પાદનના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો