Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આવી ફરી તેજી, ક્રૂડમાં તેજી સાથે કારોબાર

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનો પાક ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે અને આજે બીજો દિવસ છે. 300થી વધુ સેન્ટરો પર ટેકાના ભાવ આજે ખરીદી થઈ રહી છે. સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 10, 2025 પર 12:13 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આવી ફરી તેજી, ક્રૂડમાં તેજી સાથે કારોબારકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આવી ફરી તેજી, ક્રૂડમાં તેજી સાથે કારોબાર
ચાંદીમાં પણ આજે તેજી સાથે કારોબાર છે. કોમેક્સ પર ચાંદી 49 ડોલરને પાર કામ કરી રહી છે. તો MCX પર પણ ભાવ દોઢ લાખને પાર છે.

આજે રૂપિયામાં નરમાશ છે. રૂપિયો આજે શુક્રવારના બંધ ભાવ 88..66 પ્રતિ ડોલરની પાસે કામકાજ કરતો જોવા મળ્યો છે.

સોનામાં આજે તેજી સાથેનો કારોબાર છે. આજે ફરી એકવાર સોનાના ભાવ 4000 ડોલરને પાર રહેતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ તેમ જ પ્રાઈવેટ જોબના આંકડા નબળા પડ્યા છે જેના કારણે ફરી સોનામાં ખરીદી જોવા મળી. ચીનની સેન્ટ્રલ બેન્ક દ્વારા ઓક્ટોબરમાં પણ સોનાના રિઝર્વમાં વધારો કરવામાં આવ્યો છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો સોનામાં આજે તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. નબળા US ડેટાને કારણે સેફ હેવન માગ વધી. US કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ, પ્રાઈવટ જોબ ડેટા અપેક્ષાથી નબળા રહ્યા. 72% લોકોને ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદર કાપની આશા છે. કોમેક્સ પર ભાવ ફરી $4000ને પાર છે. ચીનની સેન્ટ્રલ બેન્ક દ્વારા ઓક્ટોબરમાં સતત બારમા મહિને રિઝર્વમાં વધારો થયો. ચીનની સેન્ટ્રલ બેન્કમાં સોનાનું હોલ્ડિંગ 74.09 m ઔંસ પર પહોંચ્યું.

ચાંદીમાં પણ આજે તેજી સાથે કારોબાર છે. કોમેક્સ પર ચાંદી 49 ડોલરને પાર કામ કરી રહી છે. તો MCX પર પણ ભાવ દોઢ લાખને પાર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો