Get App

કોમોડિટી લાઈવ: રેટ કટની આશાએ સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી આવી નફાવસુલી

ચાંદીમાં સોના કરતા વધારે સારી ખરીદદારી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરના ઘણા ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ મજબૂતી જોવા મળી, અહીં કિંમતો વધીને આશરે વર્ષ 2011ના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, ઉલ્લેખનિય છે કે ચાઈનામાં નવી સોલાર કેપેસિટી એડિશનથી ચાંદીની ડિમાન્ડ વધતી જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2025 પર 12:24 PM
કોમોડિટી લાઈવ: રેટ કટની આશાએ સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી આવી નફાવસુલીકોમોડિટી લાઈવ: રેટ કટની આશાએ સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી આવી નફાવસુલી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે એક ટકા જેટલી મજબૂતી આવતા ભાવ 1 ટકાની ઉપર પહોંચતા જોવા મળ્યા હતા.

ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈ 87.58 પ્રતિ ડૉલરની સામે 87.73 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં મજબૂતી આગળ વધતા અહીં comex પર ભાવ 3370 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખની ઉપર કારોબાર યથાવત્ રહ્યો, અહીં ફેડ તરફથી રેટ કટની આશાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે.

ચાંદીમાં સોના કરતા વધારે સારી ખરીદદારી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 38 ડૉલરના ઘણા ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ મજબૂતી જોવા મળી, અહીં કિંમતો વધીને આશરે વર્ષ 2011ના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, ઉલ્લેખનિય છે કે ચાઈનામાં નવી સોલાર કેપેસિટી એડિશનથી ચાંદીની ડિમાન્ડ વધતી જોવા મળી હતી.

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો કિંમતો વધીને વર્ષ 2011ના ઉપલા સ્તરની પાસે પહોંચી. ચીને મે મહિનામાં 93GWથી વધુ સોલાર ક્ષમતા ઇન્સ્ટોલ કરી. વર્ષ દર વર્ષના આધાર પર 93 ગીગાવોટ ક્ષમતા, રેકોર્ડ ઉચ્ચતમ સ્તર અને 300%નો વધારો થયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો