શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 29 પૈસા મજબૂત થઈ 86.57 પ્રતિ ડૉલરની સામે 86.28 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ તરત ટેરિફ લગાવવાના કોઈ નિવેદન ન આવવાથી ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડમાં દબાણની પોઝિટીવ અસર રૂપિયા પર જોવા મળી છે.