Get App

કોમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી, રશિયા પર EUના પ્રતિબંધથી ક્રૂડમાં સ્થિરતા

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો, જ્યાં સૌથી સારી તેજી ઝિંકમાં જોઈ. તો US કોપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરે કારોબાર નોંધાયો, અહીં 1 ઓગસ્ટથી US ટેરિફ લાગવાના સમાચાર બાદ કિંમતોમાં મજબૂતી જોવા મળી

MoneyControl Newsઅપડેટેડ Jul 21, 2025 પર 12:54 PM
કોમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી, રશિયા પર EUના પ્રતિબંધથી ક્રૂડમાં સ્થિરતાકોમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોના-ચાંદીમાં તેજી, રશિયા પર EUના પ્રતિબંધથી ક્રૂડમાં સ્થિરતા
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 3 ટકા ઘટીને 292ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

સોનાની કિંમતોમાં રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં નબળા ડૉલરથી કિંમતો ફરી 3350 ડૉલરની ઉપર રહી, પણ સ્થાનિક બજારમાં 98024ના સ્તરની પાસે કામકાજ રહ્યું, અહીં US તરફથી મજબૂત આર્થિક આંકડાઓના કારણે કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી હતી.

ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર રહેતા અહીં COMEX પર ભાવ 38 ડૉલરની ઉપર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખને પાર કારોબાર યથાવત્ રહેતો જોવા મળ્યો હતો.

સોના ખરીદીના નિયમમાં સરકારે ફેરફાર કર્યા છે, હવે 9 કેરેટ ગોલ્ડ માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

9 કેરેટ ગોલ્ડમાં પણ હૉલમાર્કિંગ

બધા સમાચાર

+ વધુુ વાંચો