Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે તેજી, બ્રેન્ટ ક્રૂડ ફરી $70ની નીચે

આજે બેઝ મેટલમાં તેજી છે. ગયા સપ્તાહે કોપરમાં આવેલા મોટા ઘટાડા બાદ ફરી આજે ખરીદદારી છે. જોકે આજે એલ્યુમિનિયમ, લેડ અને ઝિંકમાં પણ તેજી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2025 પર 1:37 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે તેજી, બ્રેન્ટ ક્રૂડ ફરી $70ની નીચેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે તેજી, બ્રેન્ટ ક્રૂડ ફરી $70ની નીચે
જોબના આંકડા નરમ રહેતા અને વ્યાજદર કાપની આશા ઘટતા સોનામાં શુક્રવારે ઉછાળો જોવા મળ્યો હતો. આજે MCX પર સોનું ફરી એકવાર 1 લાખને પાર રહેતા જોવા મળ્યું છે.

રૂપિયામાં આજે સામી મજબૂતી છે. શુક્રવારના 87.54 ના બંધ સામે આજે રૂપિયો 31 પૈસા જેટલો મદજબૂત થઈને 87.31ની આસપાસ ખુલ્યો હતો. જોકે ત્યાર બાદ થોડી નરમાશ આવી છે. ખાસ તો ડોલર ઈન્ડેક્સમાં આવેલા ઘટાડાને પગલે આજે રૂપિયામાં મજબૂતી આવવાનું મુખ્ય કારણ ડોલર ઈન્ડેક્સ હતો. USના જોબ ડેટા આવ્યા બાદ ફેડ દ્વારા વ્યાજદર કાપની આશા ઘટી હતી, જેના કારણે ડોલરમાં ઘટાડો આવ્યો અને તેની અસર આજે રૂપિયા પર જોવા મળી. આ સાથે જ ક્રૂડના ભાવના ઘટાડાની અસર પણ આજે રૂપિયા પર આવી.

શુક્રવારે સોનામાં આવેલા ઉછાળા બાદ આજે કોમેક્સ પર સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું કોમેક્સ પર 3300ની નીચે ખુલ્યા બાદ 3360ની ઉપર દિવસના ઉપલા સ્તરે બંધ થયું હતું. જોબના આંકડા નરમ રહેતા અને વ્યાજદર કાપની આશા ઘટતા સોનામાં શુક્રવારે ઉછાળો જોવા મળ્યો હતો. આજે MCX પર સોનું ફરી એકવાર 1 લાખને પાર રહેતા જોવા મળ્યું છે.

ચાંદીમાં પણ આજે સારો ઉછાળો છે. શુક્રવારે આવેલી તેજી બાદ આજે પણ અહીં પણ તેજી જોવા મળી રહી છે. mCX પર ભાવ 1 લાખ 11ને પાર છે.

બ્રેન્ટમાં આજે ફરી દબાણ છે. આજે ભાવ 70 ડોલરની નીચે ફરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે OPEC અને સાથી દેશો દ્વારા સાડા પાંચ લાખ બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન વધારાવનો નિર્ણય લેવામાં આવતા આજે ક્રૂડમાં ઘટાડો આવ્યો છે. જોકે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા ઘટાડો થોડો સિમિત રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો