શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 64 પૈસા મજબૂત થઈ 86.75 પ્રતિ ડૉલરની સામે 86.11 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો આવતા અને ડૉલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કારોબારથી રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો છે.