Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં વેચવાલી

ક્રૂડ ઓઈલમાં ઘટાડો આવતા ભાવ 2 સપ્તાહનાનીચલા સ્તરની પાસે પહોંચ્યા, જ્યાં બ્રેન્ટમાં 61 ડૉલરની પાસે કિંમતો પહોંચી, તો NYMEX ક્રૂડમાં 57 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2025 પર 1:47 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં વેચવાલીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં વેચવાલી
સોનામાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતો વધીને 4300 ડૉલરને પાર પહોંચી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા નબળો થઈ 90.42 પ્રતિ ડૉલરની સામે 90.55 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં 90.73ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાની ચમક વધતા comex પર ભાવ 4300 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 1 લાખ 34 હજારને પાર કારોબાર નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 4381 ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.

સોનામાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કિંમતો વધીને 4300 ડૉલરને પાર પહોંચી. ઓક્ટોબરમાં 4381 ડૉલરના રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળ્યો હતો. ભારતમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરની નજીક છે.

ચાંદીની કિંમતોમાં પણ ઉછાળા સાથે વૈશ્વિક બજારમાં ભાવ 62 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 1 લાખ 95 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો... ઉલ્લેખનિય છે કે શુક્રવારના દિવસે ચાંદીમાં 2 લાખના સ્તર પણ જોવા મળ્યા હતા..ત્યાર બાદ ઉપલા સ્તરેથી મામુલી નફાવસુલી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો