શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા મજબૂત થઈ 86.58 પ્રતિ ડૉલરની સામે 86.49 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા મજબૂત થઈ 86.58 પ્રતિ ડૉલરની સામે 86.49 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલની તોફાની તેજી બાદ આજે ક્રૂડનો ઉભરો શાંત પડતા બ્રેન્ટના ભાવ 81 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડમાં 79 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં પણ વેચવાલી રહી, રશિયા પર પ્રતિબંધો લગાવવાની અસર ઓઈલના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર રહેવાના અંદાજે કિંમતો પર દબાણ બન્યું, જ્યાં ભાવ 4 મહિનાના ઉપલા સ્તરેથી ઘટ્યા છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 1 ટકાથી વધુની તેજી સાથે 341ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ આવતા વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, જ્યાં COMEX પર ભાવ 2670 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 78,260ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.. ઉલ્લેખનિય છે કે USના સારા જોબ આંકડાઓના લીધે ડૉલર ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ચાંદીમાં દબાણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 30 ડૉલરની નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 90,400ના સ્તરની પાસે કારોબાર થતો દેખાયો હતો. ગત સપ્તાહની સારી તેજી બાદ ચાંદીમાં ઉપલા સ્તરેથી નફાવસુલી જોવા મળી, જોકે નીચલા સ્તરેથી મામુલી સુધારો પણ કિંમતોમાં દેખાયો છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર રહ્યો, જ્યાં એલ્યુમિનિયમ, ઝિંક અને લેડમાં ફ્લેટ કામકાજ રહ્યું, પણ કોપર તરફથી પોઝિટીવ સંકેતો મળ્યા હતા. વૈશ્વિક બજારમાં ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ કોપરની કિંમતો વધીને આશરે 2 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી, જ્યારે એલ્યુમિનિયમમાં 4 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો હતો.
ડૉલર ઇન્ડેક્સ 2 વર્ષના ઉપલા સ્તરે પહોંચ્યો હોવા છતા કિંમતો વધી. ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો. ડિસેમ્બર મહિનામાં ચાઈનાનો એક્સપોર્ટ મજબૂત રહ્યો. કોપરની કિંમતો 2 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. એલ્યુમિનિયમની કિંમતો 4 સપ્તાહના ઉપલા સ્તરની પાસે છે. LME એલ્યુમિનિયમનો સ્ટોક મે 2024 બાદ 45% ઓછો છે.
આજે શુગર પર ફોકસ છે, વૈશ્વિક બજાર જેવા કે US અને લંડનમાં કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, USમાં શુગરની કિંમતો 4 મહિનાના નીચલા સ્તરે પહોંચી છે, તો લંડનમાં 2 વર્ષના નીચલા સ્તરે ભાવ પહોંચતા જોવા મળ્યા છે.
USમાં કિંમતો 4 મહિનાના નીચલા સ્તરે પહોંચી. લંડનમાં કિંમતો 2 વર્ષના નીચલા સ્તરની પાસે છે. ડૉલર ઇન્ડેક્સમાં 2 વર્ષના ઉપલા સ્તરે કારોબાર થયો. બ્રાઝિલમાં સપ્લાય આઉટલૂક અનુકૂળ છે. યુએસએફડીએ એ 2024-25 માટે USનું શુગર ઉત્પાદન 9.4mt રેકોર્ડ સ્તરે રહેવાનો અંદાજ છે. વર્ષ દર વર્ષના ધોરણે થાઈલેન્ડનું શુગર ઉત્પાદન 18% વધવાનો અંદાજ છે. ISMA એ 31 ડિસેમ્બર 2024 સુધી ભારતનું શુગર આઉટપુટ 15.5% ઓછું છે. સ્થાનિક માગ પૂરી થતા ભારત શુગર એક્સપોર્ટને મંજૂરી આપી શકે છે. ભારતે ઓક્ટોબર 2023થી શુગરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ફેબ્રુઆરી 2019થી MSP ₹31/કિલો છે. શેરડીના રસમાંથી ઉત્પાદિત ઇથેનોલની કિંમત 2022-23 થી બદલાઈ નથી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.