Get App

કોમોડિટી લાઇવ: સોનામાં ખરીદદારી, ચાંદીમાં રેકોર્ડ તેજી, ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા. બ્રેન્ટના ભાવ 63 ડૉલરની નીચે આવ્યા. અમેરિકાએ વેનેઝુએલા નજીક એક પ્રતિબંધિત ટેન્કરને અટકાવ્યું. OPEC+ અને સાથી તરફથી આઉટપુટમાં વધારાની અસર છે. બજારની નજર OPEC અને IEAના માસિક રિપોર્ટ પર છે. US ક્રૂડની ઇન્વેન્ટરી 1.8 મિલિયન બેરલથી ઘટી.

MoneyControl Newsઅપડેટેડ Dec 11, 2025 પર 11:32 AM
કોમોડિટી લાઇવ: સોનામાં ખરીદદારી, ચાંદીમાં રેકોર્ડ તેજી, ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબારકોમોડિટી લાઇવ: સોનામાં ખરીદદારી, ચાંદીમાં રેકોર્ડ તેજી, ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર
ચાંદીમાં કારોબારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં 1 લાખ 93 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. ETF ઇનફ્લો અને એશિયામાં સ્પોટ ખરીદદારી વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈને 89.97 પ્રતિ ડૉલરની સામે 89.98 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપના નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સમાં 98 ના સ્તરની ઉપર કારોબાર સ્થિર રહેતા રૂપિયા પર મામુલી અસર જોવા મળી હતી.

US ફેડ દ્વારા અનુમાન મુજબ વ્યાજ દરમાં કાપના કારણે સોનાની ચમક વધી, જ્યાં COMEX પર સોનું 4200 ડૉલરની ઉપર સ્થિર રહ્યું, તો સ્થાનિક બજારમાં 1 લાખ 30 હજારના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો હતો.

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં 4200 ડૉલરના સ્તર જળવાયા. US ફેડએ વ્યાજ દરમાં અનુમાન મુજબ કાપ કર્યો. સ્થાનિક બજારમાં નબળા રૂપિયાનો સપોર્ટ મળ્યો.

ચાંદીમાં તોફાની તેજી આગળ વધી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 62 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 93 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. ETF ઇનફ્લો અને એશિયામાં સ્પોટ ખરીદદારી વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો