Get App

કોમોડિટી લાઈવ: રેકોર્ડ ઉંચાઈ પર સોનું, ઓછી સપ્લાઈની ચિંતાએ ક્રૂડમાં ઉછાળો

ક્રૂડ ઓઈલની તેજી પણ આગળ વધી જ્યાં બ્રેન્ટના ભાવ 75 ડૉલર તરફ આગળ વધ્યા, તો NYMEX ક્રૂડમાં 72 ડૉલર તરફ કારોબાર જોવા મળી રહ્યો છે..અહીં ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે અને રશિયા-ઇરાન તરફથી સપ્લાય વિક્ષેપના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 01, 2025 પર 1:35 PM
કોમોડિટી લાઈવ: રેકોર્ડ ઉંચાઈ પર સોનું, ઓછી સપ્લાઈની ચિંતાએ ક્રૂડમાં ઉછાળોકોમોડિટી લાઈવ: રેકોર્ડ ઉંચાઈ પર સોનું, ઓછી સપ્લાઈની ચિંતાએ ક્રૂડમાં ઉછાળો
કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી. US તરફથી ટેરિફ લાગવાના ડરથી વેચવાલી જોવા મળી. BNP પારિબાસ ટેરિફ લાગુ થતાં કોપરના ભાવ ઘટશે.

Annual Bank Closing પર આજે કરન્સી માર્કેટ બંધ છે, પણ શુક્રવારના ક્લોઝિંગ લેવલ જોઈએ તો ડૉલર સામે રૂપિયો 85.47 પ્રતિ ડૉલરના સ્તરની પાસે બંધ થયો હતો, જ્યારે ડૉલર ઇન્ડેક્સ 104-105ની રેન્જમાં યથાવત્ છે.

ડૉલર ઇન્ડેક્સ પર નજર

104-105ની વચ્ચે ડૉલર ઇન્ડેક્સ યથાવત્ રહેશે. માર્ચ મહિનામાં ડૉલરમાં 3.14%નો ઘટાડો નોંધાયો હતો. વેલ્સ ફાર્ગો ડૉલરમાં ઘટાડો અસ્થાઈ છે. ટ્રમ્પ ટેરિફ લાગવાથી તેજી આવશે. 1.5-11% સુધીને તેજી સંભવ છે. ટેરિફના દર પર ડૉલરમાં તેજી સંભવ છે. USમાં મંદીની શક્યતા 35% છે.

સોનાની કિમતો રેકોર્ડ સ્તરે યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં COMEX પર 3140 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં કિંમતો 91000ના સ્ત સુધી પહોંચતી દેખાઈ હતી, અહીં આવતીકાલથી US તરફથી રેસિપ્રોકલ ટેરિફ લાગવાના ડરથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, આની સાથે જ 2025ના પહેલા ક્વાર્ટરમાં સોનાની કિંમતો આશરે 18% વધતી દેખાઈ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો