Get App

કોમોડિટી લાઈવ: 5 સપ્તાહના નીચલા સ્તરે સોનાની કિંમતો, USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડની કિંમતો ઘટી

ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં અહીં 32 ડૉલરની નીચે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં આશરે 1 ટકા જેટલી નરમાશ સાથે 94,500ના સ્તરની નજીક કિંમતો પહોંચતી જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ May 15, 2025 પર 2:14 PM
કોમોડિટી લાઈવ: 5 સપ્તાહના નીચલા સ્તરે સોનાની કિંમતો, USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડની કિંમતો ઘટીકોમોડિટી લાઈવ: 5 સપ્તાહના નીચલા સ્તરે સોનાની કિંમતો, USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડની કિંમતો ઘટી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 300ના સ્તરની નીચે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 25 પૈસા નબળો થઈ 85.27 પ્રતિ ડૉલરની સામે 85.52 પ્રતિ ડૉલર પર ખૂલ્યો.

સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી વધુ વેચવાલી આવતા COMEX પર સોનાએ 3200 ડૉલરના સ્તર તોડ્યા, તો સ્થાનિક બજારમાં 91,500ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. અનુમાન કરતા મોંઘવારીના આંકડા સોફ્ટ રહેતા સોનામાં 5 સપ્તાહના નીચલા સ્તરે કિંમતો પહોંચતી જોવા મળી. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક તણાવો ઓછા થતા સેફ હેવન ડિમાન્ડ હવે સોના પરથી શિફ્ટ થતી દેખાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 2 ટકા જેટલી ઘટી. COMEX પર 5 સપ્તાહના નીચલા સ્તર 3200 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. સેફ હેવન માગ શિફ્ટ થતા કિંમતો પર અસર રહેશે. US-ચાઈના વચ્ચે ટ્રેડ તણાવ ઓછો થતા સોનામાં નરમાશ રહેશે. US મોંઘવારીના આંકડા અનુમાન કરતા સોફ્ટ રહ્યા.

ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં અહીં 32 ડૉલરની નીચે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં આશરે 1 ટકા જેટલી નરમાશ સાથે 94,500ના સ્તરની નજીક કિંમતો પહોંચતી જોવા મળી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો