Get App

કોમોડિટી લાઇવ: રેકોર્ડ સ્તરો પર પહોંચ્યા સોનુ ચાંદી, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 4130 ડૉલરના સ્તરે પહોંચ્યા. રાતોરાત કિંમતોમાં 2.5 ટકાનો વધારો નોંધાયો. ઓક્ટોબરમાં USમાં વ્યાજ દરમાં કાપની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 14, 2025 પર 11:28 AM
કોમોડિટી લાઇવ: રેકોર્ડ સ્તરો પર પહોંચ્યા સોનુ ચાંદી, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારોકોમોડિટી લાઇવ: રેકોર્ડ સ્તરો પર પહોંચ્યા સોનુ ચાંદી, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી સુધારો
કોપરમાં કારોબારની વાત કરીએ તો રાતોરાત કોપરના ભાવ આશરે 6 ટકા વધ્યા.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 88.67 પ્રતિ ડૉલરની સામે 88.74 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં આશરે એક ટકાથી વધુની તેજી સાથે સોનામાં 4160 ડૉલરની ઉપર કારોબાર નોધાયો, જ્યારે સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ 26 હજારને પાર પહોંચતા જોયા, અહીં ઓક્ટોબરમાં US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની આશા વધુ પ્રબળ બનતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ભાવ 4130 ડૉલરના સ્તરે પહોંચ્યા. રાતોરાત કિંમતોમાં 2.5 ટકાનો વધારો નોંધાયો. ઓક્ટોબરમાં USમાં વ્યાજ દરમાં કાપની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો છે.

ચાંદીની તેજી આગળ વધતા અહીં વૈશ્વિક બજારમાં ભાવ 53 ડૉલરની ઉપર પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે સાડા 4 ટકાથી વધુના ઉછાળા સાથે 1 લાખ 62 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો